વૈશિષ્ટિકૃત
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
લેબલ્સ
આમના દ્વારા પોસ્ટ કરેલા
Ashish Sadhu
A True Event From Kajal Oza Vaidya - Blogs By Ashish Sadhu
અમારી બાજુનો ફ્લેટ NRIએ વર્ષોથી લીધેલ છે,
છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા....
તેમના બાળકો USA સેટ થઈ ગયા હોવાથી હવેની
બાકી રહેલ જીંદગી... ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ...
મેં પણ તેઓ એકલા હોવાથી ..કીધું હતુ.. તમને કાંઈ કામકાજ હોય તો કહેજો.....ચિંતા કરતા નહીં..
કાકા કાકી આનંદી સ્વભાવના હતાં..
કોઈ..કોઈ વખત રાત્રે બેસવા આવે.... અને પૂર્વ અને પશ્ચિમની સંસ્ક્રુતિ વિશે વાતો કરે...
છ મહિના પુરા થયા હશે...એક દિવસ.. કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા ....
છ મહિના પહેલાની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો....
બેટા... હવે.. અમે ગમે ત્યારે
પાછા USA દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએે...
મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું....?
તમે તો કહેતા હતા હવે... અમેરિકા ફરીથી નથી જવું.. અહીંના લોકો માયાળુ..છે..
સગા.. સંબંધી... બધા અહીંયા..છે
દીકરી પણ ગામમાં... છે..
મારા જેવો પાડોશી છે...તો કઈ વાતે તમને તકલીફ પડી...
બેટા.. આ વીતેલા છ મહિનામાં.. મને બધો અનુભવ
થઇ ગયો....મને એમ હતું...અહીં આવી એક બીજાને મળશું...
સુખ દુઃખ ની વાતો કરશું...
કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર મળ્યો...
બીજી વખત જાએ...
એટલે..ઠંડો આવકાર..TV ચાલુ રાખી..વચ્ચે વચ્ચે થોડી વાત કરી લે...આપણે મનમાં બેઈજ્જતી થાય..કે આપણે અહીં ક્યાં આવ્યા....
ગામમાં દીકરી છે તો અવારનવાર આવશે..મળશે...તેવા ખ્યાલોમા હતા...પણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે...
ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી..ડાહી વાતો કરે...બેટા રૂબરૂ જઈએ ત્યારે.વર્તન બદલાઇ ગયું હોય છે..
બધા પોતપોતાની જીંદગીમા મશગુલ છે..બેટા....
નકામા લાગણીશીલ થઈને દુઃખી થવા અહીં આવ્યા..
એવું લાગી રહ્યું છે.
તેના કરતાં જેવા છે તેવા દેખાતા...ધોળીયા સારા..બાહ્ય આડંબર તો જરા પણ નથી...
અરે શુ વાત કરું બેટા... થોડા દિવશ પહેલા....હું ગ્રીન સિગ્નલ થયા પછી...જિબ્રા..રોડ ક્રોસ કરતો હતો... તો પણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ.. પાછો... બારીમાથી યુવાન લાગતો છોકરો બોલ્યો..
"એ..એ...ડોહા..જોતો નથી...મરવા નીકળ્યો છે....."
હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો...આ મારી કલ્પનાનો ભારત દેશ...જ્યાં યુવા પેઢીને બોલવાની પણ ભાન નથી...નાના મોટાનું જ્ઞાન નથી....ટ્રાફિક સેન્સનું નામ જ નહીં....હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો....
ત્યાં ઘરડા કે બાળકને જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય..બ્રેક મારી.. તમને.. માન સાથે પહેલા જવા દે...ને અહીં..
મારા વાંક ગુના વગર ગાળો.. સાંભળવાની..
વિચારતો વિચારતો જતો હતો..ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો... મારા ચશ્માં પડી ગયા..હું ગોતતો હતો...
ત્યાં એક મીઠો આવાજ આવ્યો...
અંકલ .." મે આઈ હેલ્પ યુ ?"
બેટા.. સોગંદથી કહું છું...
મને બે મિનિટ તો
રણમા કોઈ ગુલાબ ખીલ્યું હોય ..તેવો ભાશ થયો...
અહીં છ મહિનાથી આવ્યો છું....બેટા
May I help you ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો..
મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું...એક 10 થી 12 વર્ષનું બાળક હતું....અંકલ આ તમારા ચશ્મા....
મેં માથે હાથ ફેરવી thank you કીધું....
બેટા ક્યાં રહે છે ?
અહીં હું મારા દાદા ને ત્યાં
ક્રિસમશ વેકેશનમાં આવ્યો...છું.
એટલે ઇન્ડિયામા નથી રહેતો ?
ના અંકલ ..અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા..હાથ જોડી બોલ્યા ..નમસ્તે અંકલ...
એકબીજાએ વાતો...કરી...છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયા...
બેટા હું વિચારતો હતો...નાહકના પશ્ચિમની સંસ્ક્રુતિને આપણે વખોડયે છીયે....ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા..તો તે ધોળીયાઓની સારી છે...
આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ..
ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી...
ધોબીના કૂતરા જેવી દશા થઈ છે...
ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરેથી આધુનિક નથી થવાતું...
આજના યુવાનોને કેમ સમજાવું.. કે વાણી ,વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે...
જ્યાં વાણી વર્તનના ઠેકાણા નથી ત્યાં દેશનો ગમે તેટલો વિકાશ થાય...તે ગાંડો જ લાગે...
બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હસવું પણ આવે છે અને દુઃખ પણ થાય છે...
"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી..". આ પોસ્ટ મને એટલી બધી સાચી લાગી કે કોપી પેસ્ટ કરી ને શેર કર્યા વિના રહી ના શકયો. ૧૦૦% સાચી વાત છે એ સ્વીકારવું ધણું અઘરું છે. આપણી આખી સોસાયટી અત્યંત દંભી છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં પારદર્શકતા છે.જેવા છે તેવા જ દેખાય છે.આપણા સમસ્ત સમાજની માનસિકતામા
આ મૂલ પરિવર્તન ની જરૂર છે.
સારું ચાલો આ બ્લોગ ને અહીં પૂરો કરતા મળીશું એક નવા બ્લોગ સાથે.
જય હિન્દ 🇮🇳
જો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, અને શેર કરો .
અને એની સાથે જ સબસ્ક્રાઇબ કરો ઇ-મેઇલ થી જેથી નવા બ્લોગ ની માહિતી તમને જલ્દી થી મળે. અને ફોલ્લૉ બ કરતા જજો .😇
લોકપ્રિય પોસ્ટ્સ
આમના દ્વારા પોસ્ટ કરેલા
Ashish Sadhu
Shu Thayu Full Movie 480p Free Download By Ashishsays2u
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
આમના દ્વારા પોસ્ટ કરેલા
Ashish Sadhu
Dark - Ek Soch Blogs By Ashish Sadhu
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
આમના દ્વારા પોસ્ટ કરેલા
Ashish Sadhu
Netflix (Clone Apk) free Download From Ashishsays2u
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
આમના દ્વારા પોસ્ટ કરેલા
Ashish Sadhu
How To Use "Add Me To Search" Ashishsays2u
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો