Dark - Ek Soch Blogs By Ashish Sadhu
આ ટોપિક પર બવ ઓછા લોકો બોલે છે, પણ હા આજે એ ટોપિક પર વાત કરવામાં આવશે. કોઈ ને પણ શ્યામ (કાળા) રંગ ના કહેતા પેલા એક વાત નું ધ્યાન રાખવું કે શ્યામ કે ગોરા રંગ નું હોવું કોઈના હાથમાં નથી હોતું.એ બધું મમ્મી- પપ્પા ના હોર્મોન્સના આધારે થાય છે. આ ટોપિક પર વાત કરવી ખુબ જ જરૂરી થઇ ગયું છે, કારણ કે હમણાં થોડા ટાઇમ પેલા સોશ્યિલ મીડિયા પર #Blacklivesmattet નામથી મુહિમ શરુ કરવમાં આવી હતી ,કારણ કે અમેરિકા માં રહેતા આફ્રિકન વસ્તી પર પોતે શ્યામ રંગના હોવાના કારણે ઘણી મુશ્કેલી ઓનો સામનો કરવો પડ્યો છે, તેમની સાથે થતા ભેદ-ભાવ ને કારણે આ મુહિમ શરુ કરવામાં આવી હતી.
આવી વાત બધા કરે છે કે શ્યામ રંગ હોય કે ગોરો રંગ એનાથી કઈ ફેર નથી પડતો , માણસ નું દિલ ચોખ્ખું હોવુ જોઈએ , પણ શું સાચે એવું છે ખરું ? આપણે બધાય આવી વાતો કરતા હોય છી પણ ક્યાંક ને ક્યાંક આપણે જાણતા જ હોઈ છી કે એ વાત માં આપણે પોતે બી સહમત નથી,. અને જો એવું ના હોત તો આપણા લાઈફ પાર્ટનર તરીકે જેને વિચારતા હોઈએ છીએ તે હંમેશા સુંદર અને ગોરા રંગ ના જ કેમ હોઈ છે, સુંદરતા ગોરા રંગ થી તો નથી હોતી એ આપણે નીચેચ ફોટોસ માં જોઈ શકીએ છીએ .
સાચી સુંદરતા દિલ થી જ હોય છે , પણ એ વાત સમજવી ઘણી અઘરી બની જાય છે. શ્યામ રંગ ના લીધે ઘણા બધા લોકોને પોતાનો ટેલેન્ટ બતાવવાનો મોકો નથી મળતો તો કેટલાંક લોકો ને પોતાના શ્યામ રંગ ના કારણે વાતે વાતે સાંભળવું પડે છે , ઘણા લોકો તો એવુ માને છે કે શ્યામ રંગ ના લોકોને પોતાના લાઈફ પાર્ટનર પસંદ કરવાનો બી હક્ક નથી. 



આ વાત ખાલી આટલે જ પુરી નથી થતી, આવા લોકોને લોકો એટલી હદે હેરાન કરે છે કે શ્યામ દેખાતા લોકો એમાં કોઈ બી હોઈ શકે છે, સ્ત્રી કે પુરુષ, કે જેઓ બયુટી પ્રોડક્ટ્સ વાપરવા મજબુર થઇ જાય છે, પરંતુ જે જેવા હોય તેવા જ રહે છે,અને તે સારા જ હોઈ છે, રંગ પ્રીફર નથી કરતો કે તમે સારા છો કે ખરાબ, આ સિવાય બ્યુટી પ્રોડ્યૂકટ્સ ની જાહેરાત કરતી કંપનીઓ પણ શ્યામ રંગના લોકો નું તેઓ માત્ર ગોરા રંગ ના નથી એટલે તે લાઈફ માં કઈ નહિ મેળવી શકે એવું બતાવતા જોઈ શકાય છે. આપણે કોઈ બીજાનો વાંક ના કાઢતા હકીકત ને સ્વીકારી લેવી જોઈ એ , અપને માત્ર શ્યામ રંગના હોય એ આપણી ખામી ના ગણી શકાય, દુનિયા કોઈ ના રંગ થી નથી ચાલતી દુનિયા લોકોની આવડત થી ચાલે છે, અને લોકો એના રંગ થી નહિ પણ એમના ટેલેન્ટ થી ઓળખાય છે, ઉદાહરણ તરીકે, ગાંધીજી ને જ લઇ લ્યો, તેઓ શયમ રંગના હોવા છતાં લોકો એમને ઓળખે છે, આ સિવાય બી ઘણા બધા જેમ કે અજય દેવગણ, કાજોલ, બિપાસા બાસુ, નવાઝુદ્દીન સિદ્દીકી , ઓબામા જેવા ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે.
આપણે લોકો ને નથી બદલી શકતા ને બદલવાની જરૂર બી નથી ખાલી આપણે સમજવાની જરૂર છે, આપણે સમજી જાસુ એટલે દુનિયા આપો આપ સુધરી જાશે .
તો ચાલો આ બ્લોગ ને અહીંયા પૂરો કરી, મળીએ એક નવા બ્લોગ માં .
જય હિન્દ 🇮🇳
જો પોસ્ટ ગમી હોય તો કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ,
ધન્યવાદ. 😊



Right....
જવાબ આપોકાઢી નાખો