Title of the document
હા તો આજે આપણે આ વિષય પર જ વાત કરીશું. હાલના સમયમાં પ્રેમ જાણે એક ફેશન બની ગઈ છે અરે જેને હજી કિશોરાવસ્થા બી નથી પુરી થઈ એ બાળકો પણ પ્રેમ ની વાત કરે છે, પ્રેમ એ કોઈ ખેલ નથી, કે ગમે ત્યારે ગમે તેની સાથે થઈ જાય, પ્રેમ થતા બી ટાઇમ લાગે છે ને પ્રેમ ને નિભાવવા માં પણ ઘણો ફેર હોય છે. આજકાલના બાળકો શુ સમજે પ્રેમ શુ હોય છે. અને આ પ્રેમની ફેશન નો રોગ નાના બાળકો માં ઇન્સ્ટાગ્રામ અને ફેશબુક ના લીધે લાગેલો હોય છે, હજી ભણવા લખવાની ઉંમરમાં બાળકો પ્રેમ ની રમત રમવાનું ચાલુ કરી દે છે . હા માનું છું કે બાળકો માં પ્રેમ નાનપણ થી જ હોય છે, પણ એ પ્રેમ ને સમજવા અને નિભાવવા માટે પણ અમુક ઉમર સુધી જવા ની વાર હોય છે. પણ આ બાબતમા એ બાળકનો વાંક નથી, એમને બાળપણથી જ ફિલ્મો જોવાની ટેવ પડી જાય છે, અને આજકાલના ફિલ્મો ની હાલત તો તમેં બધા જુવો જ છો, આ બધા ફિલ્મોમા એજ બધું દેખાડવામાં આવે
છે કે નાનપણ નો પ્રેમ સાચો ને પ્રેમ બાળપણ મા જ થઈ જાય છે, એટલે બાળકો પણ એ વસ્તુ ને સાચી માની લે છે.
અને પ્રેમ ની શોધ મા જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમા ઓનલાઇન મિત્રો બનાવવાનું ચાલુ કરી દે છે, અને આ મિત્રોમા જ તેઓ પ્રેમ શોધવાની શરૂઆત કરે છે, અને અમુકવાર એમને એમના મનગમતા પાત્રો મળી પણ જતા હોય છે, પણ પ્રેમ સાચો એ હોય છે કે જેમા શારીરિક જરૂરિયાત ને પ્રાથમિકતા ન આપતા એકબીજાની લાગણી નું સમ્માન હોય છે. પરંતુ આજકાલ માત્ર શારીરિક જરૂરિયાત પ્રેમના નામે પુરી કરતા જોવા મળે છે. અને આ વાત માત્ર કિશોરાવસ્થાના બાળકોની નથી ઘણા બધા પુખ્ત વયના લોકો પણ આવું કરતા ઘણી વાર જોવા મળે છે . અને આને લોકો પ્રેમનું નામ આપતા હોય છે. પણ આ પ્રેમ નથી.
અને હા વાત પ્રેમ ની જ ચાલે છે તો એ વાત કેમ ભુલાય કે જેને લોકો "પહેલી નજર નો પ્રેમ કહે છે." ઘણા બધા લોકો આવા પ્રેમ ની વાત કરતા હોય છે, પણ હું મારા મતે કહું તો આ વાત એકદમ ખોટ્ટી છે, કારણ કે પેહલી નજર માં ક્યારેય પ્રેમ થતો જ નથી પેહલી નજરમાં જે થાય છે તે માત્ર ને માત્ર આકર્ષણ હોય છે. કારણ કે પ્રેમ થવામાં બી વાર લાગે છે ને પ્રેમ ને નિભાવવા માં પણ વર્ષો વીતી જાય છે .પ્રેમ એકબીજાની લાગણી ની સમજ થી થાય છે, પ્રેમ એકબીજાના સમ્માન થી થાય છે, આમ ,તો હું પ્રેમ વિશે કઈ જાણતો નથી પરંતુ મારા મત પ્રમાણે પ્રેમ ની પરિભાષા એ ત્યાગ છે . અને હંમેશા ત્યાગ જ રહેશે, રામાયણ માં કે મહાભારત માં પણ જોઈ લ્યો કે જ્યાં સીતા અને રાધા અને રામ અને ક્રિષ્ના એ પણ પ્રેમ માં ત્યાગ જ કર્યો છે.....
મારા મત પ્રમાણે પ્રેમ ને શોધવાની જરૂર નથી, પ્રેમ આપોઆપ થઈ જતો હોય છે, જ્યારે પણ જીવનમાં પ્રેમ નો અભાવ જણાય તો એકવાર મમ્મી-પપ્પા સામું જોઈ લેજો ,પ્રેમ ની ખોટ ક્યારેય નહીં જણાય .અને સમય આવ્યે જે પ્રેમ તમારા નસીબમા હશે એ સામે ચાલીને તમને મળી જશે .
કોકે સાચું જ કહયું છે, બધું સમય આવે જ થાય છે, સમય પેલા ક્યારેય કોઈને કાઈ મળ્યું નથી ને મળવાનું પણ નથી....😊☺️
સારું ચાલો આ બ્લોગ ને અહીં પૂરો કરતા મળીશું એક નવા બ્લોગ સાથે.
જય હિન્દ 🇮🇳
જો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, અને શેર કરો .
અને એની સાથે જ સબસ્ક્રાઇબ કરો ઇ-મેઇલ થી જેથી નવા બ્લોગ ની માહિતી તમને જલ્દી થી મળે. અને ફોલ્લૉ બ કરતા જજો .😇
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો