મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

Dark - Ek Soch Blogs By Ashish Sadhu

Mantras To Be Happy

        Title of the document

માનવી હંમેશા જીવનમાં કંઈને કંઈ વાત ઉપર દુ:ખી રહ્યા કરતો હોય છે. સુખ, ખુશી, શાંતિ અને સફળતાની શોધમાં સતત ભટક્યા કરતો હોય છે. આ પરિસ્થિતિમાં વર્ષોના વર્ષ વીતી જાય છે તેનો તેને ખ્યાલ રહેતો નથી. આપણે જ્યારે જગતને ચાહીએ છીએ ત્યારે જ આપણે જીવન પામીએ છીએ. આ ઉપરાંત, કોઈ પણ વિચારના અંકુર માનવીના પોતાના જ શબ્દોમાંથી પ્રાણ પામે છે અને પછી પાંગરે છે. જેમ વસંત ઋતુને નવજીવનની ઋતુ કહે છે કેમ કે તે સમયે કુદરતમાં નવું જીવન આવે છે. શું કદી તમે વિચાર્યું છે કે મારામાં નવું જીવન કેવી રીતે આવે ? નવી ચેતના કેમ સ્ફુરે ? આ બધા મુદ્દા વિચારશો તો આપો આપ રાહ મળશે અને જીવનમાં સુખી થવાના પથ પર આગળ વધી શકશો.

    આપણા પુરાણોમાં પણ વિવિધ સાધુ-સંતો દ્વારા, જ્ઞાની ભગવંતો દ્વારા એક યા બીજા સ્વરૂપે જીવનમાં સુખી થવાના ઉપાયો આપવામાં આવેલા છે. જો એ બધાનો નિચોડ કરવામાં આવે તો મુખ્યત્વે નીચે જણાવેલી બાબતો જાણવા મળશે.


※※※જીવનમાં સુખી થવાની ચાવી ※※※

  • જે મળે છે તેમાંં ઈશ્વરનો પાર માની સંતોષ અનુભવો
  • બીજાની ઈર્ષા અને નિંદા ન કરો
  • પોતાની જરૂરિયાતો મર્યાદિત રાખો
  • વિકટ પરિસ્થિતિમાં પણ મગજને શાંત રાખો અને સમતાપૂર્વક કાર્ય કરો
  • અન્ય વિશે જેમ તેમ ન બોલો
  • પોતાના ક્રોધને કાબૂમાં રાખો
  • મુખ પર હંમેશા હાસ્ય રાખો
  • સાત્વિક ખોરાક જ આરોગો
  • યથાશક્તિ દાન ધર્મ કરો
  • રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલાં ઊઠો
  • શારીરિક સ્વાસ્થ્ય જાળવવા કસરત કરો
  • કોઈ પણ વસ્તુનો લોભ કે મોહ ન રાખો અને કરકસર ભર્યું સાદું જીવન જીવો


      જો ઉપરના મુદ્દાને ધ્યાનમાં રાખી તે પ્રમાણેનું આચરણ કરવામાં આવે તો વિશ્વમાંં બધે જ સુખ શાંતિ જોવા મળે.


    સારું ચાલો આ બ્લોગ ને અહીં પૂરો કરતા મળીશું એક નવા બ્લોગ સાથે.

જય હિન્દ 🇮🇳 

   જો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, અને શેર  કરો .

   અને એની સાથે જ સબસ્ક્રાઇબ  કરો ઇ-મેઇલ થી જેથી નવા બ્લોગ ની માહિતી તમને જલ્દી થી મળે. અને ફોલ્લૉ બ કરતા જજો .😇 


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ