મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

Dark - Ek Soch Blogs By Ashish Sadhu

૧૯૭૯ મચ્છુ બંધ હોનારત Blog

    મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાં સર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતા રાજકોટ જિલ્લાના ‍(હવે, મોરબી જિલ્લામાં) મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું.વિવિધ અંદાજો અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા. આ ઘટના વિશે નીચેના દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય કે કેવી કપરી પરિસ્થિતિ નો સામનો તે સમયે લોકો એ કરવો પડ્યો હશે.








આ બધા દ્રશ્યો જોઈ અત્યારે હૃદય કંપી ઉઠે છે, તો વિચારો ત્યારે  લોકોની કેવી  હાલત થઇ હશે ? સાચે  આ ઘટના ખુબ 
હૃદય દ્રાવક છે, અને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.


મચ્છુ બંધ હોનારત વિશે થોડી આંકડાકીય માહિતી


તારીખ -  ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ 

સ્થાન -  મોરબી અને રાજકોટ જિલ્લાના ગામો

મૃત્યુ-૧૮૦૦-૨૫૦૦૦ (અંદાજીત)

     અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.

      આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.(૧૯૭૫ની બાન્કિઓ બંધ હોનારતની વિગતો ૨૦૦૫માં જાહેરમાં મૂકાઇ એ પહેલાં.‌)

     નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે. વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.

     આ ઘટના વિષે નાનપણથી  ઘણું બધુ સાંભળેલું હતું, તો થયું લાવ થોડી માહિતી જોવી, અને હા આ બધી માહિતી રિસર્ચ પરથી મેળવેલ છે,  અને મેળવી જ હતી તો થયું લાવ બધા મિત્રો સાથે શેર કરું , જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટ કરી તમારો સહકાર આપીજો😊.

 આ બ્લોગ ને અહીં પૂરો કરતા, મળીએ એક નવા બ્લોગ સાથે 

જય હિન્દ.🇮🇳

જો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, અને શેર  કરો .

   અને એની સાથે જ સબસ્ક્રાઇબ  કરો ઇ-મેઇલ થી જેથી નવા બ્લોગ ની માહિતી તમને જલ્દી થી મળે. અને ફોલ્લૉ બી કરતા જજો .😇 



ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ